<<< *આર્થિક રીતે પછાત (EWS) હોવાનું પ્રમાણપત્ર* >>>
*જરૂરી પુરાવા*
1. વિદ્યાર્થીનો ૧ ફોટો
2. વિદ્યાર્થી નો આધાર કાર્ડ
3. વિદ્યાર્થીનું શાળા છોડ્યાનું
પ્રમાણપત્ર (અસલ)
4. વિદ્યાર્થીના પિતાનો આધારકાર્ડ
5. અરજદારના પિતાનું એલ.સી.(અસલ)
6. લાઈટબીલ/વેરાબિલ
7. રેશનકાર્ડ
8. આવકનો દાખલો (મામલતદાર
નો)
9. અરજદારના પિતાનું સોગંધનામું
10. બિન અનામતનો દાખલો
11. છેલ્લા ૩ વર્ષનું આઈ.ટી
રીટર્ન્સ
(દરેક પુરાવા જ્યાં નકલ ની
જરૂર છે તે ને નોતરી ના સિક્કા મરાવવા)
*EWS ના દાખલા માટેના આવેદનની
પ્રક્રિયા-*
• ડિજિટલ ગુજરાત પોર્ટલ પર
જઈ ઓનલાઈન અપોઇનમેન્ટ લેવી.(જો આપના ઝોન કે જિલ્લા માં લાગુ પડે તો.)
• અપોઇનમેન્ટ ની રસીદ અને
પુરાવાઓ લઈ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર
પરથી આવકના દાખલા માટેનું ફોર્મ (વિનામૂલ્યે) મેળવવું.
• ફોર્મ ભર્યા બાદ ૩ રૂ. ની
કોર્ટ ફી ટીકીટ ફોર્મ પર આગળના પાને ખાલી જગ્યા જોઈ લગાડવી. અને અન્ય બધા ડોક્યુમેન્ટની
ઝેરોક્ષ ફોર્મ સાથે પીન કરવી.
• ફોર્મ ની પ્રક્રિયા પૂર્ણ
થયા બાદ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પર
જઈ તમારા વિસ્તારના તલાટી કમ મંત્રીશ્રી પાસે જઈ બધા ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવી,જવાબ
આપવો અને સહી સિક્કા કરાવવા. (તલાટીશ્રી ને જરૂર જણાઈ તો પંચનામું કરવા સાક્ષીઓને રૂબરૂ
માં બોલાવી શકે)
• તલાટીશ્રી ના સહી સિક્કા
કરાવ્યા બાદ EWSના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે જવું.
• EWSના દાખલા માટેના ફોટો પડાવવાના સ્થળે નજીવી ફી ચૂકવી ફોટો પડાવી રસીદ અચૂક મેળવવી.
• રસીદમાં EWSના દાખલા મેળવવાની
તારીખ જોઈ જે-તે તારીખે તમારો EWSનો દાખલો મેળવી લેવો.
ખાસનોંધ- ગુજરાત સરકારશ્રીના
ઠરાવ મુજબ EWSના દાખલાની સમય-મર્યાદા ૩ વર્ષ (નાણાકીય વર્ષ)ની કરવામાં આવી છે. આથી યોગ્ય રીતે
સાચવી ને રાખવો.
ફોર્મ ડાઉનલોડ કરવા માટે લિંક
https://sje.gujarat.gov.in/ddcw/downloads/application-form-bin-reserved.pdf






0 comments:
Post a Comment