EDUCATION AND ENVIRONMENT

Flag Counter

કુંવરબાઈ નું મામેરું યોજના રૂ.૧૦,૦૦૦/- માટે જરૂરી પુરાવા

            << *કુંવરબાઈ નું મામેરું યોજના રૂ.૧૦,૦૦૦/- માટે જરૂરી પુરાવા.*>>

2.        

3.       *પાત્રતાના માપદંડ*

4.       • આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.

5.       • યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીના લગ્નપ્રસંગે આપવામાં આવે છે.

6.        

7.       *સહાયનું ધોરણ*

8.       • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યાના નામે રૂ.૧૦,૦૦૦/-ની સહાય ચેકથી ચૂકવવામાં આવે છે.

9.       • લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.

10.    

11.   *રજુ કરવાના ડોક્યુમેંટ*

12.   • કન્યાનું આધાર કાર્ડ

13.   • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ

14.   • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો

15.   • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો

16.   • અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, લાઇસન્સ , ભાડાકરાર, ચુંટણી કાર્ડની નકલ)

17.   • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો

18.   • કન્યાની જન્મ તારીખનો પુરાવો

19.   • યુવકની જન્મ તારીખનો પુરાવો

20.   • લગ્ન કંકોત્રી

21.   • લગ્ન નોંધણી પ્રમાણપત્ર

22.   • બેંક પાસબૂક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)

23.   • કન્યાના ફોટો

24.    

25.   *ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?*

26.   • આ સેવાનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે.

27.   • ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.

28.   https://esamajkalyan.gujarat.gov.in/

0 comments:

Post a Comment