<< *દિવ્યાંગ વ્યક્તિ માટે ઓળખકાર્ડ અને બસ પાસ યોજના* >>
*યોજનાનું નામ*
• દિવ્યાંગ ઓળખકાર્ડ
અને એસ.ટી. બસમાં મફત મુસાફરીની યોજના (૧૦૦ ટકા રાજ્ય સરકાર)
*પાત્રતાના માપદંડ*
• ૪૦ ટકા કે તેથી
વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ
*સહાયનું ધોરણ*
• ગુજરાત રાજ્ય માર્ગ
વાહન વ્યવહાર પરિવહનની તમામ પ્રકારની બસોમાં વિનામૂલ્યે મુસાફરીકરવાનો લાભ આપવામાં
આવે છે.
• આ યોજના હેઠળ નીચે
પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.
*રજુ કરવાના ડોક્યુમેન્ટ*
• જિલ્લા સિવિલ સર્જનશ્રીનું
વિકલાંગતાની ટકાવારી દર્શાવતું મેડીકલ પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ
• અરજદારનો રહેઠાણનો
પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)
• આધાર કાર્ડ ની ખરી
નકલ
*વધુ વિગત અને ફોર્મ
ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?*
• આ સેવાનો લાભ લેવા
જીલ્લા સમાજ સુરક્ષા કચેરી નો સંપર્ક કરવો. તેમજ ફોર્મ ડાઉનલોડ કરવા નીચે દર્શાવેલ
લિન્કનો ઉપયોગ કરી શકો છો.
https://esamajkalyan.gujarat.gov.in/ApplicationForm/SJEDSD/PHIDBusPassEmptyForm.pdf






0 comments:
Post a Comment