<<<< *બિનઅનામત વર્ગ ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક અભ્યાસ યોજના*>>>>
1.
2.
*યોજનાનું સ્વરૂપ/લોન
સહાયના ધોરણો:*
3.
રાજ્યમાં ચાલતા મેડીકલ,
ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો વ્યવસાયિક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેકનોલોજી,ફાર્મસી,
આર્કિટેકચર, આર્યુવેદિક, હોમીયોપેથી, ફિઝીયોથેરાપી, વેટરનરી વગેરે સ્વનિર્ભર સ્નાતક
કક્ષાના અભ્યાસક્રમો,નર્સિંગ (સ્નાતક કક્ષા) નાં વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન
જેવા કે બીબીએ,બીકોમ,બીએસી,બીએ વિગેરેસિવાય,) સમગ્ર અભ્યાસક્રમની કુલ ટ્યુશન ફી અથવા
રૂા.૧૦.૦૦ લાખ તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન ૪ ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી
આપવામાં આવશે.
4.
આ યોજનામાં રાજ્યમાં
ચાલતા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો સાથે સાથે રાજ્યમાં અને ભારતના અન્ય રાજ્ય / કેન્દ્રશાશિત
પ્રદેશોમાં પણ અભ્યાસ કરતા તબીબી સ્નાતક , તબીબી અનુસ્નાતક અને ઉચ્ચ અભ્યાસક્રમોમાં
અનુસ્નાતક જેવા કે IIM , IIT , NID , NIFT , IRMA ,TISS માં પણ લોન આપવાની રહેશે.
5.
6.
*લાયકાતના ધોરણો
:*
7.
ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ.
8.
9.
*વ્યાજનો દર :*
10.
વાર્ષિક ૪ ટકા લેખે સાદુવ્યાજ
11.
12.
*આવક મર્યાદા : *
13.
કુટુંબની વાર્ષિક
આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી.
14.
• અરજદાર બિન અનામત
વર્ગના હોવા જોઈએ.
15.
શૈક્ષણિક યોજનાઓ માટેનાં
પાત્રતા અને ધિરાણના માપદંડ
16.
• ગુજરાત રાજયની કોઇપણ
શાળામાંથી ધોરણ-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ સાથે પાસ કરેલ હોવું જોઇએ.
17.
• જે તે અભ્યાસક્રમના
સબંધિત કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત હોઇ તેવા અભ્યાસક્રમ માટે લોન મળવા પાત્ર થશે.
18.
• અરજદાર ગુજરાતના
હોવા જોઇએ અને બિન અનામત વર્ગના હોવા જોઇએ.
19.
• સંબધિત અભ્યાસક્રમમાં
પ્રવેશ મેળવ્યા અંગેનો પુરાવો રજુ કરવાનો રહેશે.
20.
• ધિરાણનો વ્યાજ દર
વાર્ષિક ૪ ટકા સાદું વ્યાજ રહેશે. પ્રતિ વર્ષ જેટલુ ધિરાણ આપવામાં આવશે. તે મુજબ જ
સાદુ વ્યાજ ગણવામાં આવશે.
21.
• વિધવા અને અનાથ
લાભાર્થીને અરજદારને અગ્રીમતા આપવાની રહેશે.
22.
• અભ્યાસ વચ્ચેથી
છોડી દેનાર કે નિશ્વિત સમય મર્યાદામાં ડીગ્રી ન મેળવી શકનારની લોન એક સાથે વસુલ કરવાને
પાત્ર થશે તેમજ વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે નહી.
23.
• રાજ્યની શૈક્ષણિક
યોજનાઓ માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ૬.૦૦ લાખ રેહેશે.
24.
25.
*લોન માટેનાં જામીન
/ દસ્તાવેજ:*
26.
સમગ્ર કોર્ષની લોનની
કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેમણે કોઈ મિલ્ક્ત ગીરો (મોર્ગેજ) કરવાની
રહેશે નહીં ફક્ત બે સધ્ધર જામીનનું જામીન ખત રજૂ કરવાનું રહેશે.
27.
• સમગ્ર કોર્ષની લોનની
કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય
કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
28.
• દરેક લોન લેનારે
નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક(BLANK) ચેક આપવાના રહેશે.
29.
30.
*લોનની પરત ચુકવણી:*
31.
• રૂા.૫.૦૦ લાખ સુધીની
કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ (પાંચ) વર્ષમાં એક સરખા માસિક
હપ્તામાં લોનની રકમ વ્યાજ સથે ભરવાની રહેશે.
32.
• રૂા.૫.૦૦ લાખથી
વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૬(છ) વર્ષમાં એક સરખા માસિક
હપ્તામાં લોનની રકમ વ્યાજ સાથે ભરવાની રહેશે.
33.
• ભરપાઇ થતી લોનના
નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવામાં આવશે.
34.
• લોન લેનાર નિશ્રિત
સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે.
35.
36.
ઓનલાઈન ફોર્મ નો ડેમો
જાણવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.
37. https://gscuc.gujarat.gov.in/document/govtgr/01-Education-loan-form.pdf
38.
39.
ઓનલાઈન ફોર્મ ભરવા
માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.






0 comments:
Post a Comment