EDUCATION AND ENVIRONMENT

Flag Counter

ધો-૧૧ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને ટ્યુશન ફી માટે શિષ્યવૃત્તિ

 

ધો-૧૧ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને ટ્યુશન ફી માટે શિષ્યવૃત્તિ*

 

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓ પૈકી અતિ પછાત જાતિ, વધુ પછાત જાતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિના ધોરણ-૧૧ અને ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને ૭૦ ટકા કે તેથી વધુ ગુણ સાથે પાસ કરી ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને ધોરણ ૧૧ માં પ્રથમ વર્ષે રૂ. ૧૫,૦૦૦/- તથા ધોરણ ૧૨ માં બીજા વર્ષે રૂ. ૧૫,૦૦૦/- મળી કુલ રૂ. ૩૦,૦૦૦/- ની ખાનગી ટ્યુશન સહાય તેઓના પિતા/વાલીની વાર્ષિક આવક રૂ. .૫૦ લાખ ધ્યાને લઇ વર્ષ ૨૦૧૪-૧૫ થી યોજના અમલમાં મુકેલ છે.

 

*જરૂરી પુરાવા*

જાતિનું પ્રમાણપત્ર

વિદ્યાર્થીના બેંક પાસબુકની પ્રથમ પેજની ખરી નકલ અથવા કેન્સલ ચેક

વિદ્યાર્થીના પિતા/વાલીના આવકનું પ્રમાણપત્ર (આવક મર્યાદા ,૫૦,૦૦૦ થી ઓછી)

ધોરણ -૧૦ ની માર્કશીટ/રીઝલ્ટ 

અન્ય માર્કશીટ/છેલ્લા વર્ષનું રીઝલ્ટ(જો ધો-૧૨ની શિષ્યવૃતિ માટે આવેદન કરવાનું હોઈ તો.)

ફર્સ્ટ ટ્રાયલ સર્ટીફીકેટ (SSC રીઝલ્ટ સાથે મળેલ)

પ્રાઇવેટ ટ્યુશન સંસ્થા ધ્વારા મળેલ ફી ની ઓરીજીનલ રસીદ

 

*ફોર્મક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?*

સેવાનો લાભ હવે ઓનલાઈન DIGITALGUJARATની વેબસાઈટ પરથી મેળવી શકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે.

ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે જીલ્લા સમાજકલ્યાણ અધિકારી કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.

 

https://www.digitalgujarat.gov.in/CitizenApp/Citizen/CitizenWEBUI/Scholarship/FrmApplyingServiceDetails_New.aspx

0 comments:

Post a Comment