<<<< *ડો.આંબેડકર આવાસ યોજના* >>>>
*યોજનાનો હેતુ*
• અનુસૂચિત જાતિના
ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા, રહેવાલાયક ન હોય તેવું કાચુ ગાર માટીનું તથા પ્રથમ
માળ ઉપર મકાન બાંધવા માટે₹. ૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે.₹.૧,૨૦,૦૦૦ સહાય
પૈકી પ્રથમ હપ્તો- ૪૦,૦૦૦, બીજો હપ્તો- ૬૦,૦૦૦ અને ત્રીજો હપ્તો- ₹.૨૦,૦૦૦/- આપવામાં
આવે છે.
*નિયમો અને શરતો*
• લાભાર્થી દ્વારા
અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ
યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.
ડૉ.આંબેડકર આવાસ યોજના
હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહી તેથી બાકીની રકમ લાભાર્થીને
પોતે ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
• ગ્રામ્ય વિસ્તારમાં
વાર્ષિક આવક ₹.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.૧,૫૦,૦૦૦ થી વધુ ન હોવી
જોઇએ.
• આવાસ સહાય ઉપરાંત
ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા ગાંધી નરેગા (MGNREGA) યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની બિનકુશળ
રોજગારી માટે ₹.૧૬,૯૨૦ તે યોજનાના નિયમો મુજબ તાલુકા પંચાયતની નરેગા બ્રાંચ તરફથી મેળવી
શકાશે.
સ્વચ્છ ભારત મિશન
હેઠળ શૌચાલય માટે ₹.૧૨,૦૦૦/-ની સહાયગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયતની અને શહેરી વિસ્તારમાં
નગરપાલીકા/મહાનગરપાલિકા તરફથી મેળવી શકાશે.
*રજુ કરવાના પુરાવાઓ
*
• અરજદારનું આધાર
કાર્ડ
• અરજદારનું રેશનકાર્ડ
• અરજદારની જાતિ/પેટા
જાતિ નો દાખલો
• અરજદારની કુલ વાર્ષિક
આવકનો દાખલો
• રહેઠાણનો પુરાવો
(વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
• જમીન માલિકીનું
આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
• બઁક પાસબૂકની પ્રથમ
પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
• પતિના મરણ નો દાખલો
(જો વિધવા હોય તો)
• જે જમીન ઉપર મકાન
બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની
સહીવાળી
• ચૂંટણી ઓળખપત્ર
• મકાન બાંધકામ ચિઠ્ઠી
• અગાઉ આ યોજનામાં
લાભ લીધો નથી તે અંગેનું સોગંધનામું
*ફોર્મ ક્યાં મળશે
અને અરજી ક્યાં કરવી?*
• આ સેવાનો લાભ હવે
ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી
શકશે.
• ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ
ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે જીલ્લા અનુસુચિતજાતિ કલ્યાણ પ્રભાગ અધિકારી
કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx
https://esamajkalyan.gujarat.gov.in/ApplicationForm/SJEDSC/AAYViewApplicantDetails.pdf






0 comments:
Post a Comment