બાળકલ્યાણ
બાળ સંરક્ષણ ગૃહ એ બાળકો માટેની ટૂંકા ગાળાની સંભાળ રાખતી સંસ્થા છે. જયાં બાળકોને સામાન્ય શિક્ષણ તાલીમ આપી ટૂંકાગાળામાં જ તેમનું પુનઃસ્થાપન કરવામાં આવે છે. તેઓના વસવાટ દરમ્યાન મફત ભોજન, કપડાં/બિસ્તર તથા રમત-ગમત, તબીબી સવલત અને મનોરંજનની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.
ચીલ્ડ્રન હોમ્સ/ સ્પેશ્યલ હોમ્સ
- જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન) એકટ ર૦૦૦ સુધારો ૨૦૦૬ હેઠળ લાંબા સમય તેમજ ટુંકા સમય માટે સંભાળ અને રક્ષણ માટેની જરૂરીયાતવાળા બાળકોને ચીલ્ડ્રન હોમ્સ ખાતે તથા કાયદા સાથે સંઘર્ષ વાળા બાળકોને ઓબ્ઝર્વેશન હોમ ખાતે ૧૮ વર્ષની ઉંમર સુધી પ્રવેશ આપવામાં આવે છે. એ જ રીતે કાયદા સાથે સંઘર્ષ વાળા બાળકો અને બાળાઓને તેઓને માટે રાજકોટ ખાતે સ્થપાયેલ અલગ અલગ સ્પે. હોમમાં જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના આદેશ દ્વારા મોકલી આપવામાં આવે છે.
- આ સંસ્થાઓમાં પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ઉપરાંત બાળકોને ભોજન, કપડા, આરોગ્ય સંબંધી સુવિધા, મનોરંજન, રમતગમત, યોગ તેમજ ગુજરાત રાજ્ય ટેકનીકલ સ્કૂલ બોર્ડ દ્વારા માન્ય થયેલ વિવિધ તાલીમ કોર્સ તેમજ પ્રવર્તમાન પ્રવાહ મુજબના તાલીમ કોર્સની સુવિધાઓ પણ પુરી પાડવામાં આવે છે. આ સંસ્થાઓમાં અપાતી સર્વે સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.
પશ્ચાદ્દવર્તી સેવાઓ
- બાળકોની પશ્ચાદ્દવર્તી સંભાળ માટે પણ કાળજી રાખવામાં આવે છે. જુવેનાઇલ હોમ્સ, સ્પે. હોમ તેમજ ફીટપર્સન સંસ્થાઓમાંથી મુદત પુરી થતાં નિરાધાર ધરવિહોણા, વધુ અભ્યાસ અને તાલીમ માટે આશ્રયની જરૂરીયાતવાળા છોકરા / છોકરીઓ માટે પશ્ચાદ્દવર્તી સેવા સંસ્થાઓ જેવી કે છોકરાઓ માટે પુરૂષ આશ્રયગૃહ, રાજકોટ, જિલ્લા આશ્રય ગૃહ, અમદાવાદ તથા આફટર કેર હોસ્ટેલ, વડોદરા, તેમજ બાળાઓ માટે નારી સંરક્ષણ કેન્દ્રો તેમજ નારી સંરક્ષણ ગૃહો એમ કુલ ૧૩ સરકારી સંસ્થાઓ રાજ્યમાં કાર્યરત છે.
- આ સંસ્થાઓમાં આશ્રય મેળવી રહેલ અંતેવાસીઓને ૨૧ વર્ષ સુધી રાખવાની જોગવાઇ છે પરંતુ પુનઃસ્થાપન માટે જો વધુ સમયની જરૂરીયાત જણાય તો કમિટીની ભલામણ અનુસાર નિયામક સમાજ સુરક્ષા સમય વધારો મંજૂર કરી શકે છે.
ઉછેર / દતકની કાર્યવાહી
સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટી "કારા" દ્વારા તથા નામદાર સુપ્રિમ કોર્ટ તેમજ નામદાર હાઈકોર્ટ દ્વારા વખતોવખત આપવામાં આવેલ માર્ગદર્શક સુચનાઓ મુજબ ઉછેર/દત્તકની કામગીરી હાથ ધરાય છે. બાળકને ઉછેરમાં લેવા ઈચ્છનાર અરજદાર દંપતિની આર્થિક,કૌટુંબિક, સામાજિક, વૈઘકિય, શૈક્ષણિક વગેરે તમામ પાસાઓની ચકાસણી કરી બાળકોનો યોગ્ય ઉછેર કરવા માટે અરજદાર દંપતિ યોગ્ય છે કે કેમ ? તે ઘ્યાને લઈ ચાઇલ્ડ વેલ્ફેર કમીટીના આદેશથી બાળકોને ઉછેરમાં આપવામાં આવે છે. ત્યારબાદ હિન્દુ એડોપ્શન એકટ અથવા ગાર્ડીયન એન્ડ વોર્ડઝ એકટ અથવા જુવેનાઈલ જસ્ટીસ એકટ ૨૦૦૦(સુધારો ૨૦૦૬) હેઠળ દત્તક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
સાધન સહાય
સંસ્થા માથી મુકત થતા બાળકોને સ્વરોજગાર મળી રહે તે માટે સાધન સહાય ની યોજના અમલમા છે. આ યોજનામા રૂા. ૧૦,૦૦૦ સુધીની કિંમત ની મર્યાદામા બાળકે મેળવેલ તાલીમને અનુરૂપ સાધન સ્વરૂપે સહાય આપવામા આવે છે.
અનાથ બાળકોના ઉચ્ચસતર વધારાના શિક્ષણ માટે શિષ્યવૃતિની યોજના
સંસ્થામા ઉછરતા અનાથ બાળકો કે જેઓ ઉચ્ચ શિક્ષણ પ્રતિ રૂચી દર્શાવતા હોય તેઓને પ્રોત્સાહન આપવા માટેની યોજના છે.એસ.એસ.સી અને તે પછીના ઉચ્ચતર શિક્ષણ માટેની અરજી સમાજ સુરક્ષા ખાતા દવારા ચકાસી મંજુર કરવામાં આવે છે.
એચ.આઇ.વી પોઝીટીવ એઇડસ ના કારણે અનાથ નિરાધાર થયેલ બાળકોને આશ્રય શિષ્યેવૃતિ આપવાની યોજના
એચ.આઇ.વી. પોઝીટીવ એઇડસ ને કારણે અનાથ નિરાધાર થયેલ બાળકોને આશ્રય શિષ્યવૃતિ આપવા નવી બાબતની વહિવટી મંજુરી મળેલ છે. બાળક અથવા તેના માતાપિતા અથવા બંન્ને એચ.આઇ.વી પોઝીટીવ થી પિડાતા હોવાનુ સિવીલ હોસ્પીટલ કે , ગુજરાત એઇડસ કંટ્રોલ સોસાયટીનુ પ્રમાણ-પત્ર રજુ કરેથી સહાય મળવાની છે. બાળકે શાળાના આચાર્યશ્રીનુ તથા દર વર્ષે ઉતિર્ણ થવા હોવા અંગેનુ પ્રમાણ-પત્ર રજુ કરવાનુ રહેશે. (ઠરાવની નકલ સામેલ છે.)
શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ, જામનગરના દત્તક આપવા યોગ્ય બાળકોની વિગત માટે અહિં ક્લીક કરો
બાળ માર્ગદર્શન કેન્દ્રો અને બાળ ગુનેગાર નિવારણ કેન્દ્રો
- રાજ્યમાં આવી બિન-સંસ્થાકીય પ્રવૃત્તિ તરીકે સ્વૈચ્છિક ધોરણે કુલ ૧૯ બાળ માર્ગદર્શન કેન્દ્રો અને સરકારી ધારેણે પાંચ બાળ ગુન્હા નિવારણ કેન્દ્રો કાર્યરત છે.
- આ યોજના નો મુખ્ય હેતુ શહેરી સ્લમ વિસ્તાર ના બાળકોને રમતગમત, બાળ સાહિત્ય, વિવિધ સંસ્કૃતિક પ્રવુતિના આયોજનથી રચનાત્મક પ્રવુતિ માં વાળી, કેન્દ્રોમાં આવતા કરી, કેન્દ્રના સંગઠક દ્વારા શાળાએ જતા કરવાનો છે.અને તે દ્વારા બાળકો ને શિક્ષણ અપાવી બાળ ગુનાવૃત્તિ અટકાવા નો છે.
- આ એક બાળકો માટેની બિન સંસ્થાકીય સારવાર પદ્ધતિ છે.
રાજ્ય પારિતોષિક
- બાળ કલ્યાણ, ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરતી બે સંસ્થા અને બે વ્યક્તિને રાજ્ય પારિતોષિક આપવાની યોજના હેઠળ પસંદગી પામેલ
- સંસ્થાને રૂ. રપ,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર.
- વ્યક્તિને રૂ. ૧૦,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર.
- આ યોજનાનો લાભ વેતન મેળવતા કર્મચારી, સંસ્થાને મળવાપાત્ર નથી.
ગુજરાત રાજય બાળ સંરક્ષણ મંડળ
- રાજ્યમાં આવેલ ૧૦ સ્વૈચ્છિક ધોરણે ચાલતા ઓબ્ઝર્વેશન હોમના સંચાલન માટે વડી કચેરી ખાતે સ્વૈચ્છિક ધોરણે બાળ સંરક્ષણ મંડળ કાર્યરત છે. તેના દ્વારા સ્ટાફની ભરતી અને અંતેવાસીઓની સાર સંભાળ અને તેની પશ્ચાદ્દવર્તી સેવાઓ અંગે પુરતી કાળજી રખાય છે.
શિશુ ગૃહો
આ સંસ્થાઓમાં બહેનો સાથે આવેલ ૦ થી ૬ વર્ષના બાળકોને સંસ્થાની સાથે જ શિશુગૃહ વિભાગમાં રાખવામાં આવે છે ચાર નારી સંરક્ષણ ગૃહોમાં આવી સવલત અપાય છે તેમજ છ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ગ્રાન્ટ ઇન એઇડના ધોરણે શિશુગૃહો ચલાવવામાં આવે છે.
ઘોડિયાઘર
અનાથ આશ્રમ
આ યોજના હેઠળ અનાથ, નિરાધાર, ઉપેક્ષિત બાળક-બાળાઓને આશ્રય આપી તેઓને યોગ્ય શિક્ષણ અને તાલીમ આપી સમાજમાં પુનઃસ્થાપિત કરી શકાય તે માટે કુલ ૧૩ અનાથ આશ્રમ રાજ્યમાં કાર્યરત છે. આ સંસ્થાઓ સ્વૈચ્છિક ધોરણે ચાલે છે. સંસ્થામાં બાળકોને શૈક્ષણિક અને વ્યવસાયિક તાલીમ અપાય છે તેમજ સામાન્ય શાળાઓમાં અભ્યાસ અર્થે મોકલાય છે. સંસ્થામાંથી છુટતા અંતેવાસી બાળકોને ઉચ્ચતર અભ્યાસ માટે છુટયા પછી અભ્યાસ ચાલુ હોય તો સ્નાતક, અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ સુધી રૂ. ૧૬,૦૦૦/- સુધીની વાર્ષિક શિષ્યવૃત્તિ અપાય છે એટલું જ નહીં અંતેવાસીઓના પુનઃસ્થાપન માટે ઉઘોગના સાધનો ખરીદવા માટે રૂ. ૧૦,૦૦૦/- સુધીની આર્થિક સહાય તેમજ અનાથ યુવતીઓને લગ્ન દ્વારા પુનઃસ્થાપિત કરવા રૂ. ૧૦,૦૦૦/- ની સરકારશ્રી તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે.
પાલક માતા-પિતાની યોજના
આ યોજના નો મુળ હેતુ સંસ્થા મા દાખલ થયેલ નાની વયના અનાથ બાળક જે પાલક માતા-પિતાની સાર સંભાળ હેઠળ સોંપી તેઓને ઘર જેવુ વાતાવરણ મેળવી આપવાનુ છે. ૦ થી ૬ વર્ષની વયના અનાથ બાળકો કે જેઓને દતક ઉછેરમા આપી શકાયેલ નથી. તેવા બાળકો તેમજ સહાયરૂપ કિસ્સામા ૧ર વર્ષની ઉમરના બાળકના પાલક માતા-પિતાને ખાસ કેસમાં ૧૪ વર્ષની વય પુરી કરે ત્યાં સુધી માસીક રૂપીયા ૧,૦૦૦/-ની માસીક સહાય સાર સંભાળ રાખતા માતા-પિતાને ચુકવવામા આવે છે.
આ સહાય ચેકથી ચુકવવામાં આવશે.જેમાં પાલક માતા-પિતાની વાર્ષિક આવક રૂ.૬૦,૦૦૦/- થી વધુ હોવી જોઈશે. તે અંગે મામલતદારશ્રી નો આવક નો દાખલો માતા-પિતાએ રજુ કરવાનો રહેશે. આ યોજનાના ફોર્મ જે તે જીલ્લાના ચિલ્ડ્રન હોમ માંથી વિનામૂલ્યે મળી શકશે.
અરજદારની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૩૬,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૨૭,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ..
આ યોજના નો અમલ ઓબ્ઝર્વેશન હોમના સુર્પિટેન્ડેન્ટ દ્રારા કરવામા આવે છે. અને ચાઇલ્ડ વેલ્ફેર કમીટીના આદેશ મેળવી સહાય ચુકવવામા આવે છે.
પાલક માતાપિતાની યોજનાની વધુ વિગત જોવા માટે અહિયા ક્લિક કરો






0 comments:
Post a Comment