<<< *સંતસુરદાસ યોજના (પેન્શન)* >>>
*યોજનાનો ઉદ્દેશ:*
તિવ્ર અશકત વિકલાંગ
વ્યકિતઓ માટે નાણાંકીય સહાય આપવી.
*પાત્રતાના ધોરણો*
• લાભાર્થીનું નામ
B.P.L. કુટુંબની (૦ થી ૧૬
સ્કોર) યાદીમાં નામ સમાવિષ્ટ.
• અરજદારની ઉંમર ૦
થી ૬૪ વર્ષ સુધીની હોવી જોઈએ. (તા.૩૧/૭/૨૦૦૯ના પહેલાનાં જૂના લાભાર્થીઓ)
• અરજદારની વિકલાંગતાની
ટકાવારી ૭૫ ટકા કે તેથી વધુ જોઈએ.
• તા.૧/૮/૨૦૦૯ પછી
૦ થી ૧૮ વર્ષ સુધી બી.પી.એલ, / વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ.
(નોંધઃ- ૧૮ વર્ષની
ઉંમર બાદ ભારત સરકારની DPS માં તબદીલ કરવામાં આવે છે.)
*જરૂરી પુરાવા*
અરજદાર નો આધારકાર્ડ
અરજદાર નું રહેઠાણ
નો પુરાવો (લાઈટબીલ/વેરા બીલ)
અરજદારનું રેશનકાર્ડ
(બીપીએલ)
અરજદારનું વિકલાંગતા
નું કાર્ડ
અરજદારનું શાળાછોડ્યાનું
પ્રમાણપત્ર
અરજદારની બેંકપાસબુક
ની નકલ/કેન્સલ ચેક
*યોજનાના ફાયદા /
સહાય:*
માસિક રૂા. ૬૦૦/-(
રાજ્ય સરકારનો ફાળો)
વિશેષ નોંધ
1. ભારત સરકારની IGNDPS વિકલાંગતાની ટકા ૮૦
% કે તેથી વધુ છે.
2. રાજ્ય સરકારના
જૂના લાભાર્થીઓમાં વિકલાંગતાની ટકાવારી ૭૫% છે. તા.૧/૮/૨૦૦૯ બાદ ૭૫% વિકલાંગતા ધરાવતા
લાભાર્થીને લાભ મળતો નથી.
3. ભારત સરકારની IGNDPSમાં વય ૧૮- ૭૯ વર્ષ
છે, જ્યારે રાજય સરકારમાં o-૧૭ વર્ષની ઊંમરનો સમાવેશ થાય છે.
*ફોર્મ ક્યાં મળશે
અને અરજી ક્યાં કરવી?*
• આ સેવાનો લાભ લેવા
જીલ્લા સમાજ સુરક્ષા કચેરી નો સંપર્ક કરવો. તેમજ ફોર્મ ડાઉનલોડ કરવા નીચે દર્શાવેલ
લિન્કનો ઉપયોગ કરી શકો છો.
https://esamajkalyan.gujarat.gov.in/ApplicationForm/SJEDSD/SantSurdasEmptyForm.pdf






0 comments:
Post a Comment