<<< *દિવ્યાંગ લગ્ન સહાય યોજના >>>
*યોજનાનું નામ*
• દિવ્યાંગ લગ્ન સહાય
યોજના
*પાત્રતાના માપદંડ*
• કન્યાની ઉંમર ૧૮
વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઇએ.
• આ યોજનાનો લાભ ફકત
એક જ વખત (એક યુગલદીઠ) મળવાપાત્ર રહેશે.
• આ યોજના હેઠળ નિચે
પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.
*સહાયનો દર*
• આ યોજના હેઠળ દિવ્યાંગથી
દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રુ.પ૦,૦૦૦/- + .પ૦,૦૦૦/-મળીને કુલ રૂ. ૧૦૦૦૦૦/- તેમજ
સામાન્ય/ વ્યકિતથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રૂ.રુ.પ૦,૦૦૦/- ની સહાય ચુકવવામાં
આવે છે.
*રજુ કરવાના ડોક્યુમેન્ટ*
• રહેઠાણનો પુરાવો
( રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઇસન્સ/આધારકાર્ડ / ચુંટણી કાર્ડ)
• અરજદારનું શાળા
છોડયાનું પ્રમાણપત્ર
• કન્યા/કુમારનું
શાળા છોડયાનું પ્રમાણપત
• બન્નેના સુંયુકત
લગ્ન વખતના ફોટા
• લગ્ન કંકોત્રી
• અરજદારનું દિવ્યાંગતાનું
ઓળખકાર્ડ અથવા સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતા દાખલની પ્રમાણિતનકલ
• લગ્ન રજીસ્ટર ઓફ
મેરેજીસની ઓફિસમાં નોધાયેલું
• છૂટાછેડા અંગેના
દસ્તાવેજ
• બેન્ક પાસબૂકની
નકલ
• સોગંધનામું
*ફોર્મ ક્યાં મળશે
અને અરજી ક્યાં કરવી?*
• આ સેવાનો લાભ હવે
ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી
શકશે.
https://esamajkalyan.gujarat.gov.in/
• આ યોજના હેઠળ દિવ્યાંગતાની
ટકાવારી મુજબ લાભ જોવા માટે નીચે આપવામાં આવેલ લિંક પર ક્લિક કરો.
https://sje.gujarat.gov.in/dsd/downloads/viklang_lagan_sahay_form_2016.pdf
• ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ
ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી (આપના
તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.






0 comments:
Post a Comment