<<< *માનવ ગરિમા યોજના માટે જરૂરી પુરાવા.*>>>
*પાત્રતાના માપદંડ*
• હાલમાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.
*સહાયનું ધોરણ*
• સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.
• માનવ ગરીમા યોજનામાં દરજી કામ, વિવિધ પ્રકારની ફેરી,પંચર કીટ,બ્યુટી પાર્લર, દુધ-દહીવેચનાર,મોબાઇલ રીપેરીંગ વિગેરે જેવા કુલ-૨૮ વ્યવસાય(ટ્રેડ)માં રૂ.૨૫,૦૦૦/-ની મર્યાદામાં વિના મુલ્યે સાધન સહાય (ટૂલ કીટ્સ) આપવામાં આવે છે
*રજુ કરવાના ડોક્યુમેંટ*
• આધાર કાર્ડ
• રેશન કાર્ડ
• અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ રેશનકાર્ડ)
• અરજદારની જાતિ/ પેટાજાતિનો દાખલો
• તાલુકા વિકાસ અધિકારી/ મામલતદાર દ્વારા આપેલ વાર્ષિક આવકનો દાખલો
• અભ્યાસનો પુરાવો
• વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
• બાંહેધરી પત્રક
• અરજદારના ફોટો
*ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?*
• આ સેવાનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે.
• ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી (આપના તાલુકા/જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાના રહેશે.






0 comments:
Post a Comment