<<< *નિરાધાર વૃદ્ધ સહાય યોજના રૂ.૭૫૦/ માસિક માટે જરૂરી પુરાવા.* >>>
*નિરાધાર વૃદ્ધ સહાય
યોજના માટે જરૂરી પુરાવા-*
• અરજદારની આવક નો
દાખલો/પ્રમાણપત્ર (૧,૫૦,૦૦૦ થી ઓછી આવક)
• અરજદારનું રેશનકાડૅ
• અરજદારનું આધારકાર્ડ
અને વોટીંગ કાર્ડ
• અરજદારના પતિ/પત્નીનો
આધારકાર્ડ, વોટીંગકાર્ડ (જો હયાત હોય તો)
• અરજદારના દરેક સંતાનોના
આધારકાર્ડ,વોટીંગકાર્ડ
• અરજદારનું લાઇટબીલ/વેરાબીલ
• અરજદારને સંતાનમાં
પુત્ર નથી અથવા દિવ્યાંગ પુત્ર છે તેનું સોગંધનામું/એફિડેવિટ
• અરજદારની ઉમરનો
પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મનો દાખલો/સિવિલ સર્જન નું પ્રમાણપત્ર)
• અરજદારનો પાસપોર્ટ
સાઈઝ ફોટો
• 2 સાક્ષીઓના આધારકાર્ડ,વેરાબિલ
અને પાસપોર્ટ સાઈઝ ફોટા(પંચનામું કરવા તલાટીશ્રીના જણાવ્યા અનુસાર સાક્ષીને રૂબરૂ લઇ
જવા)
*ફોર્મ ક્યાં મળશે
અને અરજી ક્યાં કરવી?*
• વિસ્તારને લગતી
મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી.
*ખાસનોંધ-*
• અરજદારની ઉમર ૬૦
વર્ષ થી વધુ જરૂરી.
• દરેક પુરાવાઓની
ઝેરોક્ષ કરાવી નોટરી ના સહી/સિક્કા મરાવવા. તથા ઓરીજીનલ પુરાવાઓ સાથે રાખવા.
• યોજનાનું ફોર્મ
નીચે દર્શાવેલ લિંક ધ્વારા ડાઉનલોડ કરી શકશો.
https://sje.gujarat.gov.in/dsd/downloads/nirathar-apang-yojana_02012020.pdf






0 comments:
Post a Comment