<<< *બિનઅનામત વર્ગ માટે
સ્વરોજગારલક્ષી યોજના* >>>
*યોજનાનું સ્વરૂપ/લોનસહાયના
ધોરણો:*
• રીક્ષા, લોડીંગ
રીક્ષા, મારૂતીઇકો, જીપ-ટેક્ષી વગેરેસ્વરોજગારલક્ષી વાહનોમાટે ઓનરોડ યુનિટ કોસ્ટ.
• વ્યવસાય કે કરીયાણાની
દુકાન, મેડીકલસ્ટોર , રેડીમેડ ગારમેન્ટ સ્ટોર,બુકસ્ટોર વગેરે કોઇપણ સ્વરોજગારલક્ષી
વ્યવસાય માટે રૂા.૧૦.૦૦ લાખ સુધી અથવા ખરેખરથનાર ખર્ચ એ બે પૈકી જે ઓછું હોય તે લોન
પેટે નિગમ તરફથી આપવામાં આવશે.
• ઉપરોકત ક્ર્મ ૧
અને ૨ ની યોજના માટે લોન વાર્ષિક ૫ ટકા ના સાદા વ્યાજે મળવાપાત્રથશે. મહિલાઓ માટે ૪
ટકાના સાદા વ્યાજે લોન મળવા પાત્ર થશે.
• ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટીક,
ટ્રાવેલર્સ, ફુડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે બેંક
માંથી રૂ.c લાખની લીધેલ લોન ઉપર ૫ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે.
*સ્વરોજગારલક્ષી યોજનાઓ
માટેના ધિરાણના માપદંડ*
• વાહન માટેની લોનની
યોજનામાં અરજદાર પાસે પાકું લાયસન્સ હોવું જોઇએ.
• મેળવેલ વાહન નિગમ
તરફે ગીરો (હાઇપોથીકેશન) કરવાનું રહેશે.
• વાહન મેળવ્યાના
ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોન ભરવાની રહેશે.
• નાના વ્યવસાય લોન
મેળવ્યાના ત્રણ માસમાં શરૂ કરવાનો રહેશે તથા વ્યવસાય શરૂ કર્યા બાદ ત્રણ માસ પછી પાંચ
વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસુલાત કરવામાં આવશે.
• લોનની કુલ રકમ રૂ.
૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનું જામીન ખત રજુ
કરવાનું રહેશે.
• લોનની કુલ રકમ રૂ.
૭.૫૦ લાખ કરતા વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની
સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
• દરેક લોન લેનારે
નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક ચેક આપવાના રહેશે.
*સ્વરોજગારલક્ષી તમામ
યોજનામાં નીચે મુજબની પાત્રતા પણ રહેશે.*
• અરજદાર ગુજરાતના
વતની હોવા જોઇએ અને બિન અનામત વર્ગના હોવા જોઇએ.
• અરજદારની ઉંમર ૧૮
વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇએ.
• ધિરાણનો વ્યાજ દર
વાર્ષિક ૫ ટકા સાદા વ્યાજ અને મહિલાઓ માટે ૪ ટકા રહેશે. પ્રતિ વર્ષ જેટલુ ધિરાણ આપવામાં
આવશે. તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.
*વ્યાજનો દર :*
ક્ર્મ ૧ અને ૨ માટે વાર્ષિક ૫ ટકા લેખે સાદુ વ્યાજ
અને મહિલાઓ માટે ૪ ટકા રહેશે.
*આવક મર્યાદા :*
કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી
ઓછી.
ઓનલાઈન ફોર્મ નો ડેમો
જાણવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.
https://gscuc.gujarat.gov.in/document/govtgr/07-Business-loan-form.pdf
ઓનલાઈન ફોર્મ ભરવા
માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.






0 comments:
Post a Comment